સમય નથી વીતતો એના સાથ વગર
લાગે આવું કે કાટા  ફરતા નથી ખુચે છે હર્દય માં
કેમ લાગે આવું કે તેમના વગર વસંત માં પણ પાનખર
સૂર્યોદય માં પણ અસ્તાચળ
પાણી માં પણ તરસ
બરફ માં પણ તપન
જાણે રોકાય ગયી મારી દુનિયા એમના એક આંખ ના ઈશારા પર
મેં તો મદદ માગી હતી ભગવાન પાસે
તેને મોકલી દીધો ફરીસ્તો પ્રેમ નો
પલ ભાર માં મારા ગમ દુર કરી દે
આન્સુ આવે તો આંખો માજ રોકી દે
ખબર નહ કેટલું દર્દ હશે તેના હસતા ચેહરા ની પાછળ
ગમ નો સાગર હશે
પણ મને તો પ્રેમ નો મધુર ઘુટ જ  પાવે છે
કેમ એટલું દુખ આપે પોતાને કહી દે એક વાર
બસ એક વાર અને હું સમય ને રોકી દઈશ,
તને મેળવવા માટે હું કઈ પણ કરી સકું
તને પ્રેમ નો એક પલ દેવા માટે હું,દુનિયા સાથે પણ બાથભીડી સકું
હા વેહવા દે આંસુ ઓને જે તે મારા થી છુપાવ્યા હતા
હું છું તારી સાથે હમેશા,તારી પાસે,તારા દિલ માં
બસ તારી આંખો બંધ કર અને હું ત્યાજ છું
તારા દિલ માં નજર કર કેમ કે એજ છે મારું સરનામું

 જ્યાં સુધી તારો હાથ છે મારા હાથ માં,જ્યાં સુધી છે આ પ્રકાશ ઝમીન પર
તારા બધા ગમ છે મારા અને મારી ખુશી,મારો પ્રેમ છે તારો
                                                                                           – પીનાકીન જોશી

Advertisements